logo

ગુજરાતમાં ખરીદેલી મિલકતનો દસ્તાવેજ કરાવવા માંગતા લોકો માટે મહત્વના સમાચાર

દસ્તાવેજની નોંધણી કરતા સમયે માત્ર ખરીદનાર અને વેચનાર તથા સાક્ષી જ હાજર રહેશે, વકીલોને પણ નહિ મળે એન્ટ્રી, બદલાયેલા નવા નિયમથી વકીલો રોષે ભરાયા
રાજ્ય સરકારે મકાનના દસ્તાવેજના નોંધણી મુદ્દે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ગુજરાતમાં ખરીદેલી મિલકતનો દસ્તાવેજ કરાવવા માંગતા લોકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. દસ્તાવેજની નોંધણી સમયે અન્ય કોઈ હાજર નહીં રહી શકે. માત્ર ખરીદનાર, વેચનાર અને સાક્ષીને જ હાજર રહેવાની છૂટ છે. સુપ્રીટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પે આ મહત્વનો નિર્ણય જાહેર કર્યો છે. સાથે જ વકીલોને હાજરીને પણ ગેરકાયદે ઠેરવવામાં આવી છે. જો કે, આ નિર્ણયનો વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે. વકીલો તેમને હાજર રહેવા દેવાની માંગ કરી રહ્યા છે.

41
1106 views